ઉમાશંકર જોશી ~ બે કાવ્યો * Umashankar Joshi

*જઠરાગ્નિ*

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !

રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે !
અંતરરૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !

~ ઉમાશંકર જોશી

*શબ્દ*

શબદને ખોલીને જોયું મળ્યું મૌન
શબ્દ થઇ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર
નવલ એ આભાવલય
બન્યું રસનું આધાન
શબ્દ, ગર્ભ દશા મહીં કર્મ
ક્યારેક તો એ સ્વયં કૃતિ
આત્માની અમરાકૃતિ. .
શબ્દ ચિરંતન જ્યોતિસ્તંભ.

~ ઉમાશંકર જોશી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “ઉમાશંકર જોશી ~ બે કાવ્યો * Umashankar Joshi”

  1. ઉમાશંકર જોશીજીની જોશીલી કવિતા “ભૂખ્યા જનોનો જઠરાગ્ની જાગશે” અને “શબ્દ ચિરંતન જ્યોતિ સ્તંભ” આત્માને સ્પર્શી ગઈ. 🙏💐🙏

Scroll to Top