લતા હિરાણી ~ રોપી દઉં * Lata Hirani

કદાચ

***

રોપી દઉં
તગતગતી આંખોને
કદા…ચ
દીવા ઊગે…

તાક્યા કરું
શુભ્ર નિરભ્ર આભ 
કદા…ચ
હંસો પાંખો ફફડાવે…

શક્યતા
એની તમામ આરત સાથે
ઉતરી આવી છે

હવા પણ  
વહેતી લાગે છે
કાળા જાદુને સંગ….       

કદા….ચ
તરવરે
સમયની સ્નિગ્ધ પરત પર
કીકીની કમનીય કાયા પર
એક સૂરમય કાવ્ય
સેલ્લારા લેતું …..

~ લતા હિરાણી

પ્રકાશિત @ બુદ્ધિપ્રકાશ @ 6-2024

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકશો. આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

22 thoughts on “લતા હિરાણી ~ રોપી દઉં * Lata Hirani”

  1. વાહ ભૈ વાહ. સાવ અલગ રીતે ભાવાભિવ્ક્તિ થઈ છે. બીજી આવી તાજી રચના મળતી રહે એવી અપેક્ષા સહ અભિનંદન.

  2. Pragna vashi

    સેલ્લારા મારતી કવિતા ખૂબ સરસ કંડારી છે .
    અભિનંદન લતાબેન.

  3. સુરેન્દ્ર કડિયા

    વાહહ … આંખો રોપવાની કળા..
    મારુ એક ગીત યાદ આવ્યું…👇🏼

    નર્યા ટહુકા ફૂટે છે ચારે કોર
    સખી, પીંછું વાવ્યું ને ઊગ્યો મોર..

  4. હરીશ દાસાણી.મુંબઈ

    અદ્ભુત ભાવસૌંદર્ય લઈ આવેલું કાવ્ય

  5. સુરેશચંદ્ર રાવલ

    વાહ લતાબેન… એક સુંદર અછાંદસ અને અલગ અભિવ્યક્તિ…. અભિનંદન….!

Scroll to Top