કવિતા કરે તે કવિ – આ વાક્યમાં એક પક્ષે જ સત્યતા છે. કવિતા એ કવિત્વ શક્તિનો માત્ર જ્ઞાપક હેતુ છે. એટલે અમુક હૃદયમાં કવિત્વ છે કે નહીં તે બીજાને જણાવે એટલું જ. પણ ‘કવિ કરે તે કવિતા’ એ જ ખરી સ્થિતિ છે. સૃષ્ટિમાં પહેલા કવિ થયા પછી કવિતા થઈ છે. કવિ પરથી કવિતા શબ્દ આવ્યો છે. આમ કવિનો પોતાનો પૃથક સ્વભાવ એ જ કવિતા ઉત્પન્ન કરે છે. ~ રમણભાઈ મહીપતરામ નીલકંઠ
કાવ્યમ્ રસાત્મકમ વાક્યમ: – રસ જેનો આત્મા છે એવું વાક્ય તે કાવ્ય.
વાહ ખુબ સરસ
કવિ કરે તે કવિતા….સરસ વાત. કવિ મનીષી સ્વયંભૂ તથા વ્યાપક અને દીર્ઘ દ્રષ્ટિયુકત હોય. શબ્દોની ગોઠવણી,અલંકારો,પ્રાસ યોજના,ચમત્કૃતિ…વગેરે કવિતાનો શણગાર છે. કવિતાનો આત્મા તો નથી જ.
કવિની સંવેદના વગર કવિતા શક્ય નથી, એટલે વાત સાચી લાગે છે.
રસ જેનો આત્મા છે એ વાક્ય તે કવિ..વાહ