ગિરીશ મકવાણા ~ તારા ગયાના * Girish Makvana

🥀 🥀

તારા ગયાના કેટલા મિનિંગ થઈ શકે?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.

ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા,
કાગળમાં શબ્દતારથી અર્થિગ થઈ શકે.

સ્કૂટરની બૅકસીટથી ડોકાઈ જાય તે,
ખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે.

એનાલિસિસ ફૂલનું કરતા રહ્યા પછી,
ક્યાંથી લીલેરી મ્હેકનો સ્પેલિંગ થઈ શકે?

ઓગાળી તારી યાદનો આઇસ હાથમાં,
હોવાના હંસથી પછી સ્વિમિંગ થઈ શકે.

~ ગિરીશ મકવાણા (30.12.1946)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top