નિરંજન યાજ્ઞિક ~ નોકરિયાતનું ગીત

*નોકરિયાતનું ગીત*

આપણે તો આપણી નોકરિયું ખમ્મા ને આપણને ખમ્મા આ ટેબલનું માપ !

કે’છે : પાડોશીની કુંવારી છોકરીને ગાલે ગુલાબ ઊગ્યા રાતા
કે’છે કે દરિયાના મોજાંને માછલીઓ ભેગા થૈ રાસડાઓ ગાતા;
આપણને વળગેલી તારીખું ખમ્મા ને આપણને ખમ્મા આ ખુરશીનો તાપ !

કે’છે કે ખેતરમાં હિલ્લોળે શ્વાસ અને નદીઓના ધબકારા જાગ્યા
કે’છે કે શેરીમાં આવેલા તહેવારો ટોળામાં કૈંક રાત જાગ્યા
આપણને આપણી આ ઘડીયાળું ખમ્મા ને આપણને ખમ્મા બે કાંટાનું માપ !

~ નિરંજન યાજ્ઞિક (8.1.1948)

આજે રવિવાર. સવારની ચાની ચૂસ્કી સાથે હાસ્યકવિતાઓની મજા લઈએ.

OP 5.6.22

****

આભાર

11-06-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, વારિજભાઈ, કિશોરભાઇ, પ્રફુલ્લભાઈ જયશ્રીબેન અને રન્નાદે શાહ

‘કાવ્યવિશ્વ’ના સૌ મિત્રોનો આભાર

Jayshree Patel

06-06-2022

સુંદર વાસ્તવિકતાનું દર્શન..નોકરીનું ને ઘડિયાળનું ખમ્મા 🙏👌

રન્નાદે શાહ

05-06-2022

વાહ..કેવું સુંદર ગીત..શૉ એનો લય…વાહ..વાàસ્તવિકતાનું આટલું સરસ ગાન હોઇ શકે એની જાણ કવિએ કરાવી
વાહ…

પ્રફુલ્લ પંડ્યા

05-06-2022

કવિશ્રી નિરંજન યાજ્ઞિકનું આ ગીત અનેક રીતે ધ્યાનપાત્ર બની રહે છે.ગીતની પરંપરિત ઘરેડમાંથી બહાર નીકળીને સિત્તેર- એંશીના દાયકામાં જે નવિનતા આવી,વિષયવસ્તુ બદલાયા અને ગીતોને આધુનિકતાનો જે ઓપ મળતો રહ્યોં તેનું પ્રતિનિધિત્વ આ ગીત કરે છે.એ અરસામાં ” નવનીત સમર્પણ” નાં દીપોત્સવી અંકમાં એ પ્રકાશિત થયું હોવાનું આછું સ્મરણ છે. એ પછી આ ગીત મને કંઠસ્થ થઈ ગયું હતું અને મેં અનેક મિત્રોને સંભળાવેલું અને સૌને હ્રદયસ્પર્શી જણાયું હતું.મારા માટે તો કોઈ એક ગીતના પ્રેમમાં પડી જવાની આ ઘટના હતી ! પ્રિય નિરંજનભાઈને હાર્દિક અભિનંદન !
મારા મતે આ હાસ્ય કવિતા નથી.
પ્રફુલ્લ પંડ્યા

કિશોર બારોટ

05-06-2022

કવિને ઘણી ખમ્મા

Varij Luhar

05-06-2022

વાહ વાહ.. આદરણીય કવિશ્રી નિરંજન યાજ્ઞિક નું આ સુંદર
ગીત માણવા મળ્યું .. ખૂબ આનંદ થયો

છબીલભાઈ ત્રિવેદી

05-06-2022

આજનુ ડો, નિરંજન યાજ્ઞિક નુ કાવ્ય ભલે હાસ્ય માટે હોય પણ નોકરીયાત નુ જીવન બંધિયાર થઈ જતુ હોય છે આજુબાજુના કોઈ દ્રશ્યો તેમને દેખાતા નથી ભલી નોકરી અને ભલુ ઘર ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top