
વાયરે ઊડયું હશે ઝીણું ગવન
ને પછી રણકી હશે પાયલ છનન.
એક ટહુકો ડાળથી ઊડ્યા પછી
કલરવે ગુંજયું હશે સૂનું ગગન.
એક પળમાં આંખ વિંધાઈ હશે
તીર જયારે પાર્થનું છૂટયું સનન.
યક્ષ પણ પ્હોંચ્યો હશે તારે નગર
વાદળો ગજર્યાં હશે જયારે ઘનન.
અર્ધ્ય તારી યાદનો અર્પું પછી
મન સતત મારું રહે કરતું હવન.
~ તનસુખ શાહ
કવિના કાવ્યસંગ્રહ ‘આ શેઢે ગરમાળો’માંથી
કાવ્યસંગ્રહ મોકલવા બદલ આભાર કવિ.
‘આ શેઢે ગરમાળો’ * તનસુખ શાહ * પાર્શ્વ * 2021

વાહ ખુબ સરસ લય પ્રાસ કાવ્ય સંગ્રહ આ શેઢે ગરમાળો મા થી લીધેલુ પીળુ ગરમાળા ના ફુલ જેવુ કાવ્ય કવિ શ્રી ને અભિનંદન
કવિ કુદરતના તત્ત્વોને લઈને એમની સંવેદના સૌની બની રહે એવો પ્રયત્ન કરી શક્યા છે. અભિનંદન.
ગગનવાળા એક શેરને બાદ કરતાં ખૂબ નબળી રચના… મત્લામાં શેર જ બનતો નથી… પાર્થવાળો શેર પણ કેવળ વિધાન બનીને રહી જાય છે. એમાં કોઈ કાવ્યતત્ત્વ કે આસ્વાદ્ય ચમત્કૃતિ નથી.
સરસ ગઝલ
ખૂબ સરસ હમ રદિફ હમ કાફીયા વાપરવા પ્રયત્ન કર્યો છે. જોકે કવિ શ્રી ટેલરની વાત ધ્યાનમાં લેવી પડે.
ખૂબ સરસ આ ગરમાળાની શબ્દ ફૂલે સજી એક ડાળ