દેવજી મોઢા ‘શિરીષ’ ~ મનની મોટી વાત રે * Devji Modha

મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત
તન અને ધન બેયથી એની ચેક અનોખી નાત
એની સાવ અનોખી ભાત રે … મનની મોટી વાત  રે

વિજન વ્હાલું, કદીક એને વસતિ ખાવા ધાય રે, બાઈ વસતિ ખાવા ધાય
ચાંદની દહે, કદી અંગારા એને અમરત થાય, બાઈ એને અમરત થાય
મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત…

રેશમી દૂકૂલ શૂળ બને ને વજ્જર કોમલ ફૂલ રે, બાઈ વજ્જર કોમલ ફૂલ રે
ધૂળનાં કનક રાજથી એની નજરે અધિક મૂળ રે, એની નજરે અધિક મૂળ રે
મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત…

વેળુમાં એના વહાણ તરે ને ધૂમકમાણી લાખ રે બાઈ ધૂમકમાણી લાખ રે
આંબલ્લા વિના વાડીએ એની ઝૂલે આંબાશાખ રે બાઈ ઝૂલે આંબાશાખ રે
મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત…

ગરુડવેગે ઊડતું ને કડી ચાલે કીડી વેગે માંડ રે બાઈ કીડી વેગે માંડ
અણુય જેને મોટો પડે એને નાનું પડે બ્રહ્માણ્ડ રે બાઈ નાનું પડે બ્રહ્માણ્ડ રે
મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત.

~ દેવજી મોઢા

કવિના જન્મદિને સ્મૃતિવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “દેવજી મોઢા ‘શિરીષ’ ~ મનની મોટી વાત રે * Devji Modha”

Scroll to Top