🥀 🥀
ક્યાંક હળવું ક્યાંક મળવું ક્યાંક ઝળહળવું હવે
ક્યાંક ભીની રેતમાં પગલાંનું ટળવળવું હવે
ક્યારનાં ટાંપી રહ્યાં શબ્દોને માટે ટેરવાં
ક્યાંક લીલા તૃણનું પથ્થર જેમ પાંગરવું હવે…
દૂર ટીંબે સૂર્યનાં કિરણોનું ડોકાવું જરા
પહાડમાં પથરાયેલા ધુમ્મસનું ઓગળવું હવે…
એક બાજુ હાથની નિસ્તેજ આંખો તગતગે
એક બાજુ શબ્દનું બેફામ વિસ્તરવું હવે…
રોજ ઘરની ચાર ભીંતોને ઉદાસી ઘેરતી
રોજ અવસાદી સ્વરોનું ઉંબરે ઢળવું હવે…
~ નિરંજન યાજ્ઞિક (8.1.1948)
કાવ્યસંગ્રહ ‘સાત અક્ષર’
સરસ ગઝલ
સરસ ગઝલ માણવા મળી.
નિ. યાજ્ઞિકનું આ એક જાણીતું ગીત.. મારો પરમ મિત્ર. એના દ્વારા ગીતમાં સારું છે કામ થઈ શકે તેમ છે એમ મેં પાંથીએ પાંથીએ તેલ ઘસીને એને કીધું છે.
રચના વાચવી ગમી.
જન્મ દિવસની શુભેચ્છા પાઠવું છું ્
સરસ 👌👌