પ્રિયકાંત મણિયાર ~ એકલી ઊભી * Priyakant Maniyar

🥀 🥀

એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ, ભરતી નહીં માટ
!

ક્યાંક બેઠેલો કદંબ-ડાળે
કાનજી ઝૂક્યો જળની પાળે
એની તરતી છબિ સરકી આવી જળના વ્હેણની વાટ !
એકલી ઊભી જમનાજીને ઘાટ….

કરથી સાહી કેમ તે ધારું ?
ઘટની માંહે કેમ હું સારું ?
અવરને દેખાય ન કાંઈ કોને કહું ઉચાટ ?

એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ, ભરતી નહીં માટ !

~ પ્રિયકાંત મણિયાર (24.1.1927-25.6.1976)  

આ ગીતમાં ઘણા અર્થો સમાયેલા છે. જે સીધી તારવી શકાય એ વાત…. 

ગોપી જળ ભરવા જાય અને એને થયેલી અવઢવ કવિએ વર્ણવી છે. જમુનાજળમાં કદંબડાળે બેઠેલા નટખટ કાનુડાનું પ્રતિબિંબ પડે છે. ગોપી સ્વાભાવિક જ એ જોવામાં લીન થઈ જાય છે. જો ઘટને જળમાં ડૂબાવે તો પાણીમાં પ્રતિબિંબ ન રહે ! કાનુડાને જોવો કે જળ ભરવું ? જીત તો પ્રેમની જ થાય ! 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “પ્રિયકાંત મણિયાર ~ એકલી ઊભી * Priyakant Maniyar”

Scroll to Top