પ્રિયકાંત મણિયાર ~ છેલછબીલે છાંટી * Priyakant Maniyar

🥀 🥀

છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં રંગ ગુલાબી વાટી…

અણજાણ અકેલી વહી રહી હું, મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઇ, હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઇ, ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી…

શ્રાવણનાં સોનેરી વાદળ, વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી, એ જ ભૂલ થઇ ભાસે
સળવળ સળવળ થાય, મોરે જમ પેહરી પોરી હો ફાટી
છેલછબીલે છાંટી મુજને, છેલછબીલે છાંટી…

તરબોળ ભીંજાણી, થથરી રહું, હું કેમ કરીને છટકું?
માધવને ત્યાં મનવી લેવા, કરીને લોચન લટકું
જવા કરું ત્યાં એની નજરની અંતર પડતી આંટી…
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી…

~ પ્રિયકાંત મણિયાર (24.1.1927-25.6.1976)  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “પ્રિયકાંત મણિયાર ~ છેલછબીલે છાંટી * Priyakant Maniyar”

Scroll to Top