મકરંદ દવે ~ અમે ગાતાં ગાતાં * Makarand Dave

અમે ગાતાં ગાતાં જાશું

અમે ગાતાં ગાતાં જાશું
આ નગરીની શેરી ને ગલીએ ચોક મહીં કે  ખૂણે મળીએ
એક સનાતન સુંદર કેરા સૌ ઉદ્દગાતા થાશું !
અમે ગાતાં ગાતાં જાશું    

અમે હૈયે, હેતે છાશું
આ જીવનમાં જે હોય કકળતા, જેને માથે બપોર બળતા
છાંયો દઈ તેને ટહુકીને, પ્રેમ પિયાલા પાશું
અમે ગાતાં ગાતાં જાશું
અમે જાતાં જાતાં ગાશું

આ નગરીને છેલ્લે દરવાજે, વિદાય-સાંજે  મધુર અવાજે
સલામના સૂરે સુંદરના, ખોળે ધન્ય સમાશું
અમે ગાતાં ગાતાં જાશું’

~ મકરંદ દવે

‘અમે ગાતાં ગાતાં જાશું’ – ધન્ય ધન્ય હો આવી ઇચ્છાને અને આવી ઘડીને ! વિરલાને જ મળે !

OP 2.7.22

***

Dipak Valera

04-07-2022

Very nice

સાજ મેવાડા

02-07-2022

કવિને સ્મૃતિ વંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top