ખેલત વસંત આનંદકંદ
સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ
પટપીત વીજ ચમકે અમાપ, શિર મોરપિચ્છ જ્યમ ઇન્દ્રચાપ
પિચકારી કેસૂ જલ રેલછેલ, તરબોળ ગોપગોપી છકેલ
નાચે નિછોરી હસી નંદલાલ, કેસર અબીલ કુમકુમ ગુલાલ
બાજે મૃદંગ ડફ વેણુશોર, ગાજે સુઘોષ ઘન ગગન ઘોર
હરિ બોલ રંગ હરિ બોલ રાગ, ગાવત ગુણીજન હોરી
ફાગ મકરન્દ ધન્ય મંગલ અનંત વ્રજરાજ આજ વરસે વસંત.
~ મકરંદ દવે
આમ તો આ ગીત વસંતપંચમીને દિવસે હોવું જોઈએ પણ વસંત અનુભવાય એ દિવસ વસંતપંચમી ! ખરું કે ?
ગાયક અમરભાઈ તો ઉત્તમ છે જ, કવિની કવિતા વિશે અમરભાઈને સાંભળવા એ પણ એક લ્હાવો છે…..
કાવ્ય: મકરંદ દવે સ્વરકાર અને સ્વર : અમર ભટ્ટ
OP 17.10.22
***