ભરહુલ્લાસે હસીએ ચાલ,
આજ તો ભરહુલ્લાસે હસીએ….
જહન્નમમાં સહુ જાય ગણતરી
એક ઘેલછાની ઘરવખરી
ફાટફાટ મનમૌજ નફકરી
ચાલ, મોકળા ધુંવાધાર ધસમસીએ…
શોક ભલે, પણ સવાર છે ને !
બીક ભલે, પણ બહાર છે ને!
ખોટ ભલે, પણ ખુમાર છે ને!
ચાલ, હવે વિધ્નોના ઘરમાં વસીએ…
ચાલ, ધુમાડાની વસ્તી જો ધ્રૂજે,
ચાલ, નિંગળતા ઘાવ ફૂંકથી રૂઝે,
ચાલ, ચરણને દીવે સઘળું સૂઝે,
ચાલ, ઓ લાલા, તેજ બદન તસતસીએ
– કવિ મકરન્દ દવે
કવિ મકરંદ દવેની આ જન્મશતાબ્દી
અને ઉલ્લાસથી જીવવાનું આહવાન આપતું આ ગીત જાણીતા ગાયક અમર ભટ્ટની કવિતા સંબંધી રસપ્રદ વાતો સાથે એમના જ સ્વરમાં સાંભળીએ.
25.7.21
કાવ્ય : મકરન્દ દવે સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ