રામકાવ્ય ~ નીતિન વડગામા & પ્રફુલ્લ પંડ્યા* Nitin Vadgama * Prafull Pandya

રામઝરૂખો જડ્યો

રામઝરૂખો જડ્યો
ઊભેમારગ ભર્યો ખજાનો સામે આવી ચડ્યો.
બડભાગી આ જીવને ફૂટી તેજનીતરતી આંખો.
આભ સામટું અંકે કરવા મથતી  મનની પાંખો.
આપોઆપ જ અંદર અંદર આખો હું ઝળહળ્યો.
રામઝરૂખો જડ્યો

ઇચ્છાની આંગળીયું છોડી ઊભો છું કર જોડી.
કોઈ  હલેસું  થઈ  હાંકે  મધદરિયે મારી હોડી.
રામનામના  મંતરથી  જીવતરનો  ફેરો ફળ્યો.
રામઝરૂખો જડ્યો

~ નીતિન વડગામા

રામ તમે આવો

રામ તમે આવો ને ગાદીએ બિરાજો !

આનંદના હિલ્લોળે આખો યે દેશ,
હવે દેશનું સુકાન સંભાળો !

રામ તમે આવો ને ગાદીએ બિરાજો !

મંગલિયુ ગાઈને તમને વધાવીએ,
તિલક કરે છે ભારત માત !

અણીના ટાંકણે આવી ઊભા છો,
કરો કરૂણાના સાગર પ્રભાત !

પાવન પ્રતાપી આ ભારતની ભૂમિના
કલ્યાણની ધુરા સંભાળો !

રામ તમે આવો ને ગાદીએ બિરાજો !

ફરી પાછાં સંકટના વાદળ છવાયા છે,
ફરી પાછું ધનુષ્ય ઉગામો,

દેશને અસ્થિર કરનારા હિંસક તત્વોના,
નાશ કરો સધળા મુકામો !

શાંતિ સુશાસનનું રાજ કરો અંકે અને
સદીઓ લગ ગાદીએ બિરાજો !

રામ તમે આવો ને ગાદીએ બિરાજો

~ પ્રફુલ્લ પંડ્યા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “રામકાવ્ય ~ નીતિન વડગામા & પ્રફુલ્લ પંડ્યા* Nitin Vadgama * Prafull Pandya”

  1. ઉમેશ જોષી

    બન્ને કવિ શ્રી ના રામ કાવ્ય ખૂબ સરસ.

  2. સુરેન્દ્ર કડિયા

    રવિન્દ્ર પારેખ અને નિતિભાઈની કૃતિઓ ખૂબ ગમી

  3. રામઝરૂખો જડી જતાં કવિ પોતે અને આપણને હૈયાધારણ આપી દે છે.
    પ્રફ્ફુલભાઈના ગેયતાથી ગીત આસ્વાદ્ય બન્યું છે.
    બંને કવિઓને અભિનંદન.

Scroll to Top