લતા હિરાણી ~ પ્રગટી પ્રગટીને પાંગરતા * Lata Hirani

🥀 🥀   

*અજવાળાં કોઈ ઝીલો જી*

પ્રગટી પ્રગટીને પાંગરતા, અજવાળાં કોઈ ઝીલો જી
સૂરજનાં પગલાં સાચવતાં, અજવાળાં કોઈ ઝીલો જી

પહાડની ટોચે પથરાતા, અજવાળાં કોઈ ઝીલો જી
ખીણ ખીણ ખમકારા કરતાં, અજવાળાં કોઈ ઝીલો જી

લયના ફૂલોને ખીલવતાં, અજવાળાં કોઈ ઝીલો જી
સૂરની નમણાશો પાથરતા, અજવાળાં કોઈ ઝીલો જી

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી
પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી

દૂર-પાસની લીલા જોતાં, અજવાળાં કોઈ ઝીલો જી
ખુદને શીખવાડે એ ખોતાં, અજવાળાં કોઈ ઝીલો જી

એકલદોકલતામાં વસતા, અજવાળાં કોઈ ઝીલો જી
શૂન્ય એકતારામાં બજતા, અજવાળાં કોઈ ઝીલો જી

~ લતા હિરાણી

ઓમ સ્કૂલમ્ નમ: (હાસ્યવાર્તા) લતા હિરાણી     

દિવ્ય ભાસ્કર > મધુરીમા > ‘સેતુ’ 9 > 26.12.23   

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

20 thoughts on “લતા હિરાણી ~ પ્રગટી પ્રગટીને પાંગરતા * Lata Hirani”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    ગઝલ અને ગીત બંનેનો આનંદ આપતી ઝળહળતી રચના

  2. વાહ. અજવાળા ઝીલવાનો સરસ ભાવ વ્યક્ત થયો છે.. દીપાવલી પર્વની શુભકામનાઓ

  3. દિલીપ જોશી

    સૂરજના પગલાં સાચવતા અજવાળાં કોઈ ઝીલોજી…
    લયાત્મક લોકઢાળ ગીતનો પ્રાણ છે.એ લયપ્રવાહમાં વાચક પણ પંક્તિએ પંક્તિએ અજવાળાં ઝીલવા લાગે છે.સાહજિક શબ્દબાની થી રજૂ થતું આ ગીત પ્રથમ દૃષ્ટિએ જ ભાવકોના ચિત્તમાં સ્થાન લઈ લે છે.જે માટે લતા હિરાણીને ખૂબ ખૂબ અભિનંદન.

  4. રેખા ભટ્ટ

    વાહ લતાબેન, અભિનંદન 🌹🌹અજવાળાં કોઈ જીલોજી! આખો વખત મનમાં રમ્યા કરે એવું મજાનું ગીત.

  5. સિદ્દીકભરૂચી

    ખુબ સરસ રચના.વાહ

    લતાબેનને દિપાવલીની અઢળક શુભકામનાઓ

  6. સ્વામી સત્યમુનિ

    બસ આવા અર્થસભર અજવાળાં સહુ પામીએ.

  7. દીપાવલીના પાલન પર્વ ઉપર અજવાળાં ઝીલવાની વાત કરીને આપે ખૂબ જ સરસ ભાવ રજૂ કર્યો છે. શુભેચ્છાઓ.

Scroll to Top