લતા હિરાણી ~ આખું આકાશ * Lata Hirani

🌸

આખ્ખું આકાશ મારું ગાતું

આખ્ખું આકાશ મારું ગાતું
તડકાઓ વેરતું, છાયા સંકેલતું,
આવી મારી પાંખમાં સમાતું…..
આખું આકાશ મારું ગાતું….

કાલ સુધી અંધારે એકલું ઊભું હવે,
સૂરજને સથવારે કોળે
પંખી ભરેલ મારી બારીમાં રોજ રોજ,
તગતગતા દાણાંઓ ખોળે
ફળીયાની કોરમોર અજવાળા ટાંકીને
ફાગણની ગોઠય કરે વાતું …
આખું આકાશ મારું ગાતું…..

લીલાછમ ઘેનમાં ઝૂલ્યા કરે ને વળી,
ચપ્પ દઈ બેસે સંગાથે
સસલાના સુંવાળા રોમરોમ જેવું એ,
ઝપ્પ દઈ લઈ લેતું બાથે
થીજેલું ઝરણું જો યાદોની પાળ પર,
સરકી મલકીને રેલાતું…..
આખું આકાશ મારું ગાતું…..

~ લતા હિરાણી

દિવ્ય ભાસ્કર > ઉત્સવ > દિપાવલી વિશેષાંક 2016 

ગુર્જરી ડાયજેસ્ટ > 10-2022

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

12 thoughts on “લતા હિરાણી ~ આખું આકાશ * Lata Hirani”

  1. ગીત ગણગણી શકાય એવું સરસ છે. અભિનંદન.

Scroll to Top