
ન આવો ~ લતા હિરાણી
ઉજાસે ન આવો, ન અંધારે આવો
સિતારા ભલે હો, ન ઝબકારે આવો.
તરસમાં ન આવો, ન તૃપ્તિમાં આવો
જખમથી સજેલા, ન દરબારે આવો.
અજંપાની આદત પડી ગઈ નઠારી
આ આદત મજાની, ન ઉપકારે આવો.
અનુભવ ખમ્યા છે, સદાયે અકારા
કિનારે ન આવો, ન મઝધારે આવો.
ખુલ્યાં ને બિડાયા, નયન આ નિરંતર
ન પલકારે આવો, ન ભણકારે આવો.
ભલે શ્વાસ ઝૂલે, જીવન સૂનકારે
સ્મરણ-વિસ્મરણના, ન ચકરાવે આવો.
હવે થાકી હારી હૃદયની પટારી
કવનમાંય મારા, ન જન્મારે આવો.
ભુલવા સદા નામ એક જ મથ્યા રે
કદી છેલ્લવેલ્લા, ન અણસારે આવો.
~ લતા હિરાણી
આમ તો મને અછાંદસ જ ફાવે છે પણ ક્યારેક આવો પ્રયત્ન પણ…
અખંડ આનંદ > 7-2022
પ્રતિભાવો
જ્યોતિ વાંસદિયા – superb dear
સૂચિતા કપૂર – અરે વાહ, ક્યારે આવું તો પછી ?
ભારતી કસ્ટીયા – very nice
હર્ષા પરીખ – very impressive. Touches heart. So true.
વાહ સકળ શેરની સુઘડતા મનને સ્પર્શી જાય છે
અભિનંદન.
આભાર ઉમેશભાઈ.
બધાજ સુંદર સરસ મજાની માણવાલાયક રચના ખુબ ખુબ અભિનંદન
આભાર છબીલભાઈ
વાહ સરસ
આભાર વહીદાજી
VERY NICE
આભાર હરીશભાઈ
વાહ, ખૂબ સરસ ગઝલ, આદરણીય લતાજી. છેલ્લો શૅર અદ્ભૂત.
આભાર મેવાડાજી.