
🥀 🥀
ઊગ્યાં અજવાળાના રંગો
ઊગ્યાં રંગોના અજવાળાં
હો જી રંગોના અજવાળાં.
અમથા અંધારા ના ભાગે, જાગી આંખો જોતી
રણઝણતા જ્યારે આવે એ સમજણ પ્રોયા મોતી
આવે પૂનમ, બીજ, અમાસો, સઘળા દિ’ હૂંફાળા
હો જી રંગોના અજવાળાં……
ઘટે નહીં ચંદર કે સૂરજ, તેજ છલોછલ ભારે
પ્રેમનીધિ છલકાય સદાયે, ઉર બજે એકતારે
એવી એવી કૈંક ઉષાઓના થાયે સરવાળા
હો જી રંગોના અજવાળાં…..
~ લતા હિરાણી 16.9.23
પ્રકાશિત વિ. વિદ્યાનગર @ નવે.2023
મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકશો. આભાર.
અજવાળાંના રંગોની વાત કરીએ એટલે એક પ્રકાશિત વિશ્વ અંદર બહાર ફેલાય.ખૂબ સરસ નવી ભાતનું ગીત. અભિનંદન.
આપ કાવ્ય વિશ્વ દ્વારા ‘સઘળા દી’ હુંફાળા’ કરો છો.
આપે રંગ રંગીન સવારને રજૂ કરી હોય એવી અનુભૂતિ થાય છે. સરસ.
વાહ ખુબ સરસ ગીત ખુબ ગમ્યુ
આભારી છું, છબીલભાઈ, મેવાડાજી, કિશોરભાઈ, હરીશભાઈ અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોની.
ખૂબ સરસ ગીત
આભાર રમેશભાઈ.