લતા હિરાણી ~ મારી પાસે * Lata Hirani

મારી પાસે એક સૂરજ છે

મારો પોતાનો

સંતાડેલો

અંદર જ્યારે કશું જ ન બચે

સાવ અંધારું થઈ જાય

ત્યારે

હું એને પેટાવું છું

ને

એની હૂંફ રેલાઈ જાય છે

પગથી માથા સુધી

એના તડકાના ટુકડાઓની

ચાદર ઓઢી

હું નિરાંતે સુઈ જાઉં છું

ઘસઘસાટ

પડખું ફરી

ઘોર અંધારી રાત તરફ… 

~ લતા હિરાણી

*****

પ્રકાશિત > શબ્દસૃષ્ટિ > 4-2014

ગુજરાતી કવિતાચયન 2014

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

13 thoughts on “લતા હિરાણી ~ મારી પાસે * Lata Hirani”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    આ સૂરજ તો આતમદીપ. આત્મજ્યોતિના અજવાળે શબ્દના પ્રકાશથી
    મળતો આ સૂર્ય અનોખો છે.

  2. રેખાબેન ભટ્ટ

    વાહ, લતાબેન… પોતાનો સૂરજ.. ખૂબ સરસ કવિતા

  3. Jyoti hirani

    બહુ જ સરસ રચના, સુંદર રૂપકો અને ભાવ ની તો વાત જ શું કરવી.આખી રચના સંઘેડાઉતાર.અભિનંદન લતાબેન.

Scroll to Top