

વંદે માતરમ્ ~ લતા હિરાણી
વંદે માતરમ્ વંદે માતરમ્
સમૂહ સ્વરોનું ગાન
વંદે માતરમ્ વંદે માતરમ્
સમયચક્રના લોલક અટક્યા
જગ આખાના લોચન ચમક્યા
પહોંચ્યું ચન્દરયાન ….
વંદે માતરમ્ વંદે માતરમ્
અનુપમ ઊગી સાંજ આખરે
ત્રિરંગો ધ્વજ ચડ્યો ચાંદ રે
મેરા દેશ મહાન…
વંદે માતરમ્ વંદે માતરમ્
ગુપ્ત ધરા એ ચંદ્ર તણી જે
ઇસરો યંત્રે બાથ ભીડી તે
હરખે હિંદુસ્તાન..
વંદે માતરમ્ વંદે માતરમ્
ગિરિચટ્ટાન સંકલ્પ એમના
દક્ષ દિમાગી લક્ષ્ય જેમના
મોકલિયું પ્રજ્ઞાન…
વંદે માતરમ્ વંદે માતરમ્
ચંદ્રધરાની ગૂંજ ફળી ગઈ
કર્મઠના તપ-ધ્યાન તણી રહી
દસકાઓનું દાન…
વંદે માતરમ્ વંદે માતરમ્
સ્ફૂરે સ્પંદનો આંદોલનમય
જાગે રાષ્ટ્રની શાન મનોમય
વિક્રમનું વરદાન…
વંદે માતરમ્ વંદે માતરમ્
જગની આભઅટારી ગૂંજે
ભવ્ય ભારતનો જય બોલે
વ્યાપ્યું ગૌરવગાન…
વંદે માતરમ્ વંદે માતરમ્
~ લતા હિરાણી 24.8.23 (10 pm)
વિક્રમને સોંપ્યું સુકાન ~ લતા હિરાણી
ઊગ્યા કરે છે કેમ તારાનું બીજ
પકડી દોડે કોણ આકાશી વીજ
નથી જાદુ કે મંતરનું કામ
અમે વિક્રમને સોંપ્યું સુકાન
હવે હળવા રે થાશે મુકામ…
સૂરજને અવતરતા પડતી સવાર
કેમ સાંજ પડે ઊગે અંધાર ?
પૂછી પૂછીને હવે થાકો ના કોઈ
જુઓ ઉત્તરિયા દેશે સુજાણ
અમે વિક્રમને સોંપ્યું સુકાન
હવે હળવા રે થાશે મુકામ…
ભેજ અને પાણીના મૂળિયાં ને કુળ
વાયરાઓ થઈ જાતા કેમ ત્યાં ડૂલ ?
એ જાણવાને મથતું જહાન
અમે વિક્રમને સોંપ્યું સુકાન
હવે હળવા રે થાશે મુકામ…
ધરતી ને ચાંદાનો જૂનો સંબંધ
શું સરખી છે બેયની ગંધ ?
ખાડા ને ટેકરાની કેવી દુકાન ?
અમે વિક્રમને સોંપ્યું સુકાન
હવે હળવા રે થાશે મુકામ…
~ લતા હિરાણી 24.8.23 (11 pm)
વાહ….
ચન્દ્ર પરના ઉતરાણનું યથોચિત ગૌરવ કરતી સુંદર કવિતાઓ માટે લતાબેનને અભિનંદન
ખાસ ખાસ અભિનંદન
👌👌👌
ખુબ ખુબ અભિનંદન સાંપ્રત સમય ને અનુરૂપ રચનાઓ ખુબ ગમી
very nice
very nice
સાંપ્રત સમયની વીરલ ઘટના અને ભારતીય ગૌરવની રચનાઓ ખૂબ સરસ થઇ છે. બબ્બેવાર વાંચી. ગમી. એ આનંદ સાથે અભિનંદન અને ભારતમાતાને વંદન.
સમયોચિત થયેલી રચના માટે લતાબહેનને ખૂબ ખૂબ અભિનંદન. વંદે માતરમ્
સહુની મહેનત જપતપ સફળ થયા એ સમયે આપની અતરની ઊમિઓ સુપેરૈ દીપિ રહી કવિતા બનીને ,હરીશ પંડયા
વાહ મસ્ત કાવ્ય તમારા ચંદ્રયાનના બેઉં સુંદર કાવ્યો
ચંદ્રયાન વિશેશાક ખૂબ જ ગમ્યો. સૌ કવિ મિત્રોને હદય પૂર્વકના અભિનંદન. લતાબેન તમને ખૂબ અભિનદન
રામુભાઇ ડર ણકર
સમયોચિત સુંદર કાવ્યો…
દેશની શાન ચંદ્રયાન
આભારી છું સરલાબેન, રામુભાઈ, દિલીપભાઇ, હરીશભાઈ, મીનલબેન, દાનભાઈ, મીનાક્ષી, અનામી, છબીલભાઈ, અનામી, પારૂલબેન, માધવીબેન અને હરીશભાઈ દાસાણી.
અફલાતૂન
આભારી છું સુરેશભાઈ,