વિપુલ પંડ્યા ‘સહજ’ ~ કહે નામ તારું &દરિયો હાંફશે * Vipul Pandya ‘Sahaj’

🍀

*હમણાં લખી દઉં*

કહે નામ તારું તો હમણાં લખી દઉં
કવિતા લખીને હું રમણાં લખી દઉં

નથી આવતું  કોઈ નયનોની  સામે,
કહે તો, આંખોમાં સમણાં લખી દઉં

પરમ પ્યાસ તારી નદીની જ હો તો,
અધર પર હું વ્હેતાંય ઝરણાં લખી દઉં.

હવે ઝાંઝવાના, ઓ જળ ના બહેકો,
ગઝલમાં હું એવા કૈ હરણાં લખી દઉં.

‘સહજ’ હાથ તારે જો કંટક ચુભે તો,
એ કંટકના ડંખોય નમણાં લખી દઉં.

~ વિપુલ પંડ્યા ‘સહજ’

કંટકના ડંખોને કવિ નમણાં કહે છે. આપણે આખી ગઝલને નમણી કહી શકીએ. દરેક શેર ગમ્યા….

🍀

*દોસ્ત*

દોસ્ત ! દરિયો હાંફશે જો નાવમાં,
રણ સમું આવી જશે વર્તાવમાં.

સાવ ખોટી તેં ખબર પૂછી, થયું
તું ય ભભરાવીશ મીઠું ઘાવમાં

આવ સામોસામ થઇ જઇએ હવે
જીવવું શું આમ નાહક હાઉમાં

દ્રોપદીના સમ હવે સાચું કહું ?
શ્વાસ પણ હારી ગયો છું દાવમાં.

ઊંઘવા દે તું ‘સહજ’ થઇને મને
વ્યર્થ મારા સ્વપ્નમાં તું આવ મા

~ વિપુલ પંડ્યા સહજ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “વિપુલ પંડ્યા ‘સહજ’ ~ કહે નામ તારું &દરિયો હાંફશે * Vipul Pandya ‘Sahaj’”

  1. ઉમેશ જોષી

    વાહ કવિ… બન્ને ગઝલ હ્રદયસ્પર્શી છે.

Scroll to Top