સરલા સુતરિયા ~ માણસ * Sarla Sutariya

🥀 🥀

આડા ઉભા ચણતર જેવો માણસ
ઝાંખા પાંખા અક્ષર જેવો માણસ

ઊધામાના આટાપાટા રમતો
બીછાવેલી ચોસર જેવો માણસ

ઊંચા નીચા સંજોગે ના ડરતો
છે તોફાની સાગર જેવો માણસ

મ્હેણાંનો પ્રત્યુતર દેવા તત્પર   
તોળાયેલી કાતર જેવો માણસ

તક આવે છાપો મારી ઢાળી દે
છુપા રે’તા જળચર જેવો માણસ

~ સરલા સુતરિયા

સરલાબહેનની એમના ઉપનામ જેવી સરલ સીધી સાદી ગઝલ. બહેનો પણ હવે કલમ કસીને પ્રવાહમાં આવતી જાય છે એ ખુશ થવાની વાત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

28 thoughts on “સરલા સુતરિયા ~ માણસ * Sarla Sutariya”

  1. Kirtichandra Shah

    Sarlaben have employed simple words so playfully and created just right perspective of Man Dhanyvad

    1. વાહ સરલાબેન! અભિનંદન! માણસનો કાર્ડિયોગ્રામ છે આ…

  2. Jayshree Patel

    વાહ બેન સરસ ગઝલ
    અભિનંદન આપને💐💐💐

  3. kishor Barot

    સરળ છતાં સબળ અભિવ્યક્તિ.
    અભિનંદન, સરલા બેન.

  4. Ansuya Desai

    વાહ ખૂબ સરસ અભિવ્યક્તિ
    હાર્દિક અભિનંદન

Scroll to Top