સુરેશ પરમાર ~ અનુ. ખય્યામની સુરાહી (કાવ્યસંગ્રહ)

🥀 🥀

એક સરસ મજાનું પુસ્તક. ઉમર ખય્યામની રુબાઈઓના શ્રી એડવર્ડ ફિટ્ઝરાલ્ડે કરેલા અંગ્રેજી અનુવાદ પરથી શ્રી સુરેશ પરમારે કરેલા ભાવાનુવાદ. કવિ એમને સૂફી ઉમર ખય્યામ તરીકે સંબોધે છે. એક બહુમુખી પ્રતિભાના પરમ તત્ત્વના અન્વેષણને આમ રજૂ કરવાનું કામ અભિનંદનને પાત્ર તો ખરું જ.

ઓશોઆ પુસ્તક વિષે લખે છે, “રુબાઇયત એવી કિતાબ છે કે જે સંસારમાં સૌથી વધારે વંચાઈ છે અને સૌથી ઓછી સમજાઈ છે. એનો અનુવાદ સમજમાં આવ્યો છે પણ આત્મા સમજાયો નથી. અનુવાદક પોતાના શબ્દોમાં આત્મા નથી ઢાળી શકતો.” કવિતાના અનુવાદની આ આકરી સચ્ચાઈ છે. રોબર્ટ ફ્રોસ્ટ તો કહે છે, ‘જે અનુવાદમાં ખોવાઈ જાય છે એ કવિતા હોય છે.કવિ સુરેશ પરમારે એના આત્માની શક્ય એટલી જાળવણી કરી જ હશે.

ઉમર ખય્યામે એક હજારથી વધુ રૂબાઈઓની રચના કરી એમ કહેવાય છે. જેમાંથી અનુવાદ માટે ફિટ્ઝરાલ્ડે 75 પસંદ કરી. આ 75 રૂબાઈઓને ગુજરાતીમાં છંદોબદ્ધ અવતારવા માટે આ કવિ મથ્યા છે.  

અરબી ભાષામાંથી આવેલા શબ્દ રુબાઈ એટલે ચાર પંક્તિઓનું કાવ્ય. રુબાઈનો મૂળ સ્વભાવ ગંભીર છે. આ પુસ્તકમાં અરબી-ફારસી શબ્દોના અર્થ પણ અપાયા છે. ભાવાનુવાદ ઉપરાંત કવિએ દરેક રુબાઈ નીચે ટૂંકી સમજૂતી પણ આપી છે.

ભાવકને ગમી જાય અને રસ પડે એવું પુસ્તક છે. અભિનંદન સુરેશભાઈ.

‘કાવ્યવિશ્વ’માં અભિનંદન સહ હાર્દિક સ્વાગત છે.

ખય્યામની સુરાહી * ભાવાનુવાદ સુરેશ પરમાર ‘સૂર’ * ઝેન ઓપસ 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “સુરેશ પરમાર ~ અનુ. ખય્યામની સુરાહી (કાવ્યસંગ્રહ)”

  1. કિશોર બારોટ

    કવિ સુરેશભાઈની જહેમત રંગ લાવી છે.

  2. આદરણીય કવિ મિત્ર શ્રી સુરેશ પરમાર, ‘સૂર’ વડોદરાના એક ગઝલ અને એના સૂફી તત્વ ના જાણકાર છે. આ પુસ્તક દ્વારા એમણે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Scroll to Top