હેમંત ગોહિલ ‘મર્મર’ ~ ફાગણની વાત

🥀🥀

*ફાગણનું ગીત*

ફાગણની વાત સખી નહીં બોલું ફળિયે , ફળિયું તો સાવ અળવીતરુ …..
મનગમતી વારતાના મનમાં મંડાણ કરી ,મનમાં ઉઘાડ એના ચીતરું .

સૂકીભઠ્ઠ ડાળખીને ફૂટે કૂંપળ એમ
મારી ભીતર હું તો મ્હોરતી ;
એકાદું ફૂલ કોઈ આંગણામાં નીરખી

સૌરભના સાથિયા હું દોરતી .
માથાબોળ નાવણના એવા અભરખા કે સમણું ય લાગે છે હવે છીછરું ..

એકલદોકલ ક્યાંક ટહૂકો ખરતો ‘ને
એનો રેશમિયો લાગે છે ભાર,

ઠેસ જેવું હોય તો સમજ્યું સમજાય આતો
ભીતરમાં વાગે ભણકાર .

વાદળ વિનાનું સાવ કોરું આકાશ તોય કેવી હું લથબથ નીતરું !!…

શેરીની જેમ મારી લંબાતી જાય આંખ

પગલાંની છાપને પીછાણવા ,
પીંછા ગણવાની વાત લાગે છે હાથવગી

ઊડ્યા અવસર કેમ આણવા ?
પૂછે પરનાળ મને નેવાંની વારતા તો નળિયું ભાંગીને કરું  

~ હેમંત ગોહિલ મર્મર             

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “હેમંત ગોહિલ ‘મર્મર’ ~ ફાગણની વાત”

  1. યૌવનાના ભાવને વ્યક્ત કરતું મજાનું ગીત.

  2. Kirtichandra Shah

    મારા ઊપરૉકત મિત્રોએ.જે કહ્યું એમાં હું સહમત છું ❤️

Scroll to Top