ध्रुव गुप्त ~ मैं और मेरा कमरा * અનુવાદ : ભગવાન થાવરાણી

🥀🥀

*मैं और मेरा कमरा*

यह मेरा कमरा है

जहां जीवन का बड़ा हिस्सा बिताया है मैंने

यहां मेरी प्रिय हज़ारों किताबें हैं

जिनके गंध के बीच मैं बूढ़ा हुआ 

कुछ मेरी अपनी किताबों की पांडुलिपियां

मेरी अनगिनत अधूरी कविताएं

जिन्होंने दुनिया नहीं देखी

पुरानी किताबों में जतन से छुपाए

कुछ पुराने प्रेमपत्र और तस्वीरें

खुशियों और आह्लाद के कुछ पल

मेरे बेशुमार दुख

आंसुओं से कई बार भींगा मेरा तकिया 

और एक आदमकद आईना

जिसमें जीवन भर झांकने के बावजूद

मैं खुद को पहचान नहीं पाया

मरने के बाद अगर मैं प्रेत बना

तो अपनी असंख्य इच्छाओं के साथ

मैं इसी कमरे में भटकता रहना चाहूंगा

लेकिन मरने के बाद अगर कुछ नहीं बचता

तो मेरा दुख यह है कि

मेरे लिए यह कमरा भी मर जाएगा

और मर जाएगी इसकी जानी-पहचानी गंध

मेरा कमरा मुझे जानता तो होगा

अगर बोल भी पाता

तो मैं एक बार उससे पूछता ज़रूर

कि जब मैं नहीं रहूंगा और

उसके भीतर से धीरे-धीरे मिट जाएगी

मेरी देह और इच्छाओं की गंध 

क्या तब भी उसे याद आता रहूंगा मैं !

~ ध्रुव गुप्त

🥀🥀

*હું અને મારો ઓરડો* 

આ મારો ઓરડો છે

જ્યાં જીવનનો મોટો હિસ્સો વિતાવ્યો છે મેં

અહીં મારાં પ્રિય હજારો પુસ્તકો છે

જેમની ગંધ વચ્ચે હું વૃદ્ધ થયો

થોડીક મારા પોતાના પુસ્તકોની હસ્તપ્રતો

મારી અગણિત અધૂરી કવિતાઓ

જેમણે દુનિયા ન જોઈ

જૂના પુસ્તકો વચ્ચે જતનથી સંતાડેલા

થોડાંક જૂના પ્રેમપત્ર અને ફોટા

આનંદ અને આહ્લાદની થોડીક ક્ષણ

મારા અગણિત દુઃખ

આંસુઓથી અનેકવાર ભીંજાયેલો મારો તકિયો

અને એક આદમકદ અરીસો

જેમાં જીવનભર જોયા છતાં

હું જાતને ઓળખી ન શક્યો

મૃત્યુ પછી અગર હું પ્રેત થયો

તો પોતાની અસંખ્ય ઈચ્છાઓ સંગે

હું આ જ ઓરડામાં ભટકતો રહેવા ઈચ્છીશ

પરંતુ જો

મૃત્યુ પછી કશું બાકી ન રહેતું હોય

તો મારું દુઃખ એ છે કે

મારા માટે આ ઓરડો પણ મરી જશે

અને મરી જશે મારી ઓળખીતી ગંધ

મારો ઓરડો મને ઓળખતો તો હશે

એ જો બોલી શકત

તો હું એકવાર એને પૂછત જરૂર

કે જ્યારે હું નહીં હોઉં

અને એની ભીતરથી ધીરે ધીરે અદ્રશ્ય થઈ જશે

મારા દેહ અને ઈચ્છાઓની ગંધ

શું ત્યારે પણ

હું એને યાદ આવીશ !

~ ધ્રુવ ગુપ્ત

અનુવાદ : ભગવાન થાવરાણી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “ध्रुव गुप्त ~ मैं और मेरा कमरा * અનુવાદ : ભગવાન થાવરાણી”

  1. દિનેશ ડોંગરે નાદાન

    ખૂબ સુંદર અને યથાર્થ અનુવાદ થયો છે. અભિનંદન ભગવાભાઈ.

  2. વાહ વાહ….
    મૃત્યુ પછીની , કવિની કલ્પના સાથે વણાયેલી કવિના અંગત ઓરડાની કેટલીક વિશિષ્ટ સ્મૃતિઓ/ સ્મરણો જીવંતતા પ્રાપ્ત કરે છે અને , મૃત્યુ પછી પ્રેત થઈને પોતાના ઓરડામાં ભમવાની વાત
    દિલને સ્પર્શી જાય છે. આનંદ થયો. અનુવાદ પણ મજાનો છે.
    બંને કવિ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.

    - વિજો/ અમદાવાદ 61

Scroll to Top