सुधा अरोरा ~ इंतज़ार *અનુ. ભગવાન થાવરાણી * Sudha Arora * Bhagwan Thavrani

इंतज़ार ~ ~ सुधा अरोरा

**

एक औरत ताउम्र बाट जोहती है
कि उसे किसी नाम से पुकारा जाए
ऐसे कि नाम के आगे पीछे
उग आएँ कई सारे नाम
और वह अपना एक नाम भूल जाए।

एक औरत ताउम्र बाट जोहती है
कि उसके बालों में फिराई जाएँ उँगलियाँ ऐसे
कि सिमटे हुए बालों को
बिखेर दिया जाए सँवारते हुए
और वह उन्हें फिर कभी न सँवारे।

एक औरत ताउम्र बाट जोहती है
कि उसकी आँख में
नमी के उभरने से पहले ही
एक हथेली पलकों के नीचे फैल जाए
और आँसुओं की नमी
प्यार की नमी में बदल जाए।

एक औरत ताउम्र बाट जोहती है
और बस, बाट ही जोहती है…

પ્રતીક્ષા ~ सुधा अरोरा

**

એક સ્ત્રી જિંદગીભર રાહ જુએ છે
કે એને કોઈક નામથી
એ રીતે બોલાવવામાં આવે
કે નામની આગળ – પાછળ
ઉગી આવે ઘણા બધા નામ
અને એ
પોતાનું અસલ નામ વિસરી જાય.

એક સ્ત્રી જિંદગીભર પ્રતીક્ષા કરે છે
કે એની લટોમાં
કોઈની આંગળીઓ ફરે એ રીતે
કે એના સમેટાયેલાં વાળ વિખેરાઈ જાય
ઓળતાં – ઓળતાં
અને એ એમને ફરી કદી ન ઓળે.

એક સ્ત્રી જિંદગીભર વાટ જુએ છે
કે એની આંખમાં
ભીનાશ ઉતરતાં પહેલાં જ
એક હથેળી પાંપણો નીચે ફેલાય
અને અશ્રુઓની ભીનાશ
પ્રેમના ભેજમાં બદલાઈ જાય.

એક સ્ત્રી જિંદગીભર વાટ જુએ છે
અને બસ, વાટ જ જોતી રહે છે..

હિન્દી પરથી અનુવાદ ~ ભગવાન થાવરાણી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “सुधा अरोरा ~ इंतज़ार *અનુ. ભગવાન થાવરાણી * Sudha Arora * Bhagwan Thavrani”

  1. સ્ત્રીના ભાવજગતની‌ સરસ રજૂઆત. અનુવાદ પણ સારો.

  2. ઉમેશ જોષી

    ખૂબ સરસ રચના અને અનુવાદ હ્રદયસ્પર્શી.

  3. હરીશ દાસાણી.મુંબઈ

    ખૂબ સરસ સંવેદનશીલ રચના છે અને અનુવાદ પણ એટલો જ પ્રભાવક.

Scroll to Top