અંજના ભાવસાર ‘અંજુ’~ બસ એથી જ * Anjana Bhavsar

બસ એથી જ એ ~ અંજના ભાવસાર અંજુ

બસ એથી જ એ શિસ્ત કોઈ શીખ્યા નહિ
જઈ પાઠશાળાએ આંસુ ભણ્યા નહિ.

હતો ટોચ પર દોસ્તોની સૂચીમાં
જખમ એના દીધેલા એથી ગણ્યા નહિ. 

‘ભૂલી જા મને’ કહેવા આવ્યો છે કિંતું
નયન કેમ શબ્દોની સાથે રહ્યા નહિ?

રિસાઈ ગઈ લાગણી એ દિવસથી
ગલીમાં ગયા એની, એને મળ્યા નહિ. 

હૃદયથી એ પળભરમાં પહોંચી ‘તી આંખે
શું અવરોધ કોઈ પીડાને નડ્યા નહિ?

મેં શ્રદ્ધા મૂકી દીધી સંભાવનામાં
પ્રતીક્ષાના પગ એથી પાછા વળ્યા નહિ!

~ અંજના ભાવસાર ‘અંજુ’

મત્લાનો શેર જ મન મોહી લે છે એટલે આગળ જવામાંથી અમે પાછા વળ્યા નહિ !…. ‘ભૂલી જા’ એવા શબ્દો જીભ પરથી નીકળે ને આંખ ‘છોડીશ નહી મને’ એવું કહેતી હોય… કેવી દ્રવી જવાની આ પળ છે ! શબ્દો જ ભૂલી જવા પડે ને !

3.2.22

આભાર

05-02-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, કીર્તિભાઈ, વારિજભાઈ અને દીપ્તિબેન.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

03-02-2022

ખૂબ જ સરસ અભિલ્યકી, વેદના અને પ્રેમ એક સાથે.

Dipti Vachhrajani

03-02-2022

અંજનાબેન ખૂબ સરસ રચના.

Varij Luhar

03-02-2022

બસ એવી જ એ… વાહ

Kirti SHAH

03-02-2022

નયન કેમ શબ્દો સાથે રહ્યા નહીં ? વાહ. વાહ

Kirti SHAH

03-02-2022

નયન કેમ શબ્દો સાથે રહ્યા નહીં ? વાહ. વાહ

છબીલભાઈ ત્રિવેદી

03-02-2022

આજનુ અંજના ભાવસાર નુ કાવ્ય ખુબજ ઉત્તમ બધાજ શેર ખુબ માણવા લાયક, આવા નવિનતમ કાવ્ય નો રસથાળ અેટલે આપણુ કાવ્યવિશ્ર્વ ખુબ ખુબ અભિનંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top