અટલ બિહારી વાજપેયી ~ આઝાદી હજુ અધૂરી છે

🥀 🥀

*26 જાન્યુઆરી નિમિત્તે*

આઝાદી હજુ અધૂરી છે
સપનાં પૂરાં થવા બાકી છે
રાંચીની શપથ પણ ક્યાં પૂરી થઈ છે 
જેમની લાશો પર પગ ધરીને

આઝાદી ભારતમાં આવી
તેઓ છે આજ સુધી રઝળતા.
દુ:ખનાં કાળાં વાદળો છવાયાં
કલકત્તાની ફૂટપાથો પર 
જેઓ આંધી-વરસાદ સહન કરે છે
તેમને પૂછો 26 જાન્યુઆરી વિશે
તેઓ શું કહે છે 

ભારતીયના નાતે તેમનું દુ:ખ
તમે સાંભળો તો તમને શરમ આવે
સીમાની બીજી બાજુ જુઓ 
જ્યાં સભ્યતાને કચડવામાં આવે છે  
માણસ જ્યાં વેચાય છે
ઈમાન ખરીદવામાં આવે છે 
ઈસ્લામ કણસી રહ્યો છે
ડોલર મનમાં હસે છે 

ભૂખ્યા અને ઉઘાડાઓને 
હથિયાર પહેરાવવામાં આવે છે
સુકકા ગળામાંથી કટ્ટરતાના 
નારા લગાવવામાં આવે છે

લાહોર, કરાંચી, ઢાકા પર 
માતમની કાળી છાયા
ભારતનાં મુખ્ય શહેરોમાં 
ભય અને ડરની છે છાંયા 
તેથી જ તો કહું છું 
આઝાદી હજુ અધૂરી છે.
કેવી રીતે હું ખુશી મનાવું ?
થોડા દિવસની મજબૂરી છે 
એ દિવસ દૂર નથી જ્યારે 
પુન: ભારતને અખંડ બનાવીશું. 
ગિલગિટથી ગારો પર્વત સુધી 
આઝાદીનો ઉત્સવ ઉજવીશું. 
એ સુવર્ણ દિવસ માટે આજથી 
કમર કસો, બલિદાન આપો 
જે મળ્યું તેમા ખોવાઈ ન જશો 
જે ગુમાવ્યું તેનુ ધ્યાન કરો. 

મૂળ કવિતા : અટલ બિહારી વાજપેયી 
ભાવાનુવાદ : કલ્યાણી દેશમુખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “અટલ બિહારી વાજપેયી ~ આઝાદી હજુ અધૂરી છે”

  1. સુરેશ 'ચંદ્ર'રાવલ

    દેવને અટલ નામના એક અદભૂત કવિ હદય વડાપ્રધાન મળ્યાં એક ભાવનાશીલ અને રાષ્ટ્રીય વિચારધારા વાળા….! એમની કવિતામાં સંઘ પ્રેરિત સંસ્કારોનું શિક્ષણ છે… છેવાડાનો માણસ તો આજ પણ સાવ છેવાડે જ ઊભો છે.

  2. આવા સંવેદનશીલ નેતા હવે મળવા અશક્ય લાગે છે. જે સત્ય છે એ જ એમની‌ ઘણી કવિતાઓમાં આવે છે.

  3. આવી ખાસ કવિતામાં રસ લઈને વાંચવાની અને પ્રતિભાવ લખવાની સજ્જતા ધરાવતા ભાવકો બદલ આનંદ અનુભવું છું. – લતા હિરાણી

Scroll to Top