અનિલા જોશી ~ પરભાતે ૫૨બીડિયાં પહોંચે * Anila Joshi

છાંટું કંકુ-ચોખા રે…

પરભાતે ૫૨બીડિયાં પહોંચેઃ ઓચ્છવ થાય હરિનામનો,
હરિવરજીનો કાગળ છેઃ ને કાગળ મારા નામનો.

પરબીડિયું હું ખોલું નહિ પણ છાંટું કંકુ-ચોખા રે
હું મારામાં ડોલું એવી આવે હવાના ઝોકા રે.
મોકા આપ્યા મોહનજીએ કાગળ ગોકુળ ગામનો
પરભાતે પરબીડિયાં પહોંચેઃ ઓચ્છવ થાય હિરનામનો.

હરિવરના અક્ષર તો જાણે કુંજગલી લઈ જાય
હરખનાં આંસુ સૂર થઈને આંખોથી વહી જાય
સાંવરિયા સાથેનો સંબંધ કેવળ મારે કામનો
પરભાતે પરબીડિયાં પહોંચેઃ ઓચ્છવ થાય હરિનામનો.

અનિલા જોશી

એક ભાવપૂર્ણ હરિગીત!  હરિગીતો અનેક લખાયા છે, એ સરસ ગીતોમાંનું આ એક.  

OP 12.10.22

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top