અનિલ જોશી ~ અમથું જરાક અમે પૂછ્યું * Anil Joshi

અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો? એમાં શું પડી ગઈ ધાડ,
તમારી નજર જો પડી જાય ઘાસમાં, તો તરણું પણ બની જાય પહાડ.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે, ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દિધાં સંભારણાના પરદા ઉંચકાય નહીં, આંખોમાં થાક હજી એટલા..

અરીસાનાં ફૂટવાથી ચહેરો ફૂટે નહીં, ખોટાં છે કાચનાં કમાડ..
તમારી નજર જો પડી જાય ઘાસમાં, તો તરણું પણ બની જાય પહાડ.  

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા, પડતર જમીનનાં વેરાણ,
તમે આવળનાં ફૂલ સમું એવું જોતાં કે, સૂકી ડાળખીને ફૂટી જાય પાન..

છણકાની છાલકથી જાશે તણાઈ, તમે બાંધેલી ઉંબરાની વાડ..
તમારી નજર જો પડી જાય ઘાસમાં, તો તરણું પણ બની જાય પહાડ.  

~ અનિલ જોશી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “અનિલ જોશી ~ અમથું જરાક અમે પૂછ્યું * Anil Joshi”

  1. Varij Luhar

    વાહ.. ખૂબ સરસ.. કવિશ્રી અનિલ જોશીને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ🎂

  2. ર.પા ને અનિલ જોશીએ ઘણાં સરસ ગીતો આપ્યાં છે. કવિને જ.દિ. મુબારક.

  3. હરીશ દાસાણી.મુંબઈ

    અનિલ જોશીના મસ્તમૌલા મિજાજ જેવું મસ્તીખોર ગીત

Scroll to Top