અમર પાલનપુરી ~ તમારી આંખડી કાજલ તણો * Amar Palanpuri

તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે

બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે

અમરનું મોત ચાહનારા લઇ લો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે

~ અમર પાલનપુરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “અમર પાલનપુરી ~ તમારી આંખડી કાજલ તણો * Amar Palanpuri”

  1. Kirtichandra Shah

    બતાવો એને મારી કબર જે જિંદગીનો સાર માગે છે વાહ વાહ

Scroll to Top