અમૃત ઘાયલ ~ આજે Amrut Ghayal

ક્યાં સાંભળું છું હું પણ દિલની પુકાર આજે

ભટકું છું લાગણીની દુનિયા બહાર આજે.

પાછો ડૂબી રહ્યો છું કર બેડો પાર આજે
કાયમ ઉગારનારા આવી ઉગાર આજે.

બોલી અમે બધાને તક આપી બોલવાની
દુનિયા કરી રહી છે વાતો હજાર આજે.

બદનામીમાં છૂપી છે લિજ્જતશી રામ જાણે
બદનામ થઇ જીવે છે કંઇ નામદાર આજે.

શ્રોતા તો શ્રોતા ‘ઘાયલ’ તારી ગઝલ સુણીને,
તડપી ગયા સભામાં સાહિત્યકાર આજે.

~ અમૃત ઘાયલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “અમૃત ઘાયલ ~ આજે Amrut Ghayal”

  1. આ શૅર કેટલો સામ્પ્રત લાગે છે.
    “સ્વતંત્રતા નામે સ્વચ્છંદતા વધી છે

    છૂપો વિકાસમાં છે કેવળ વિકાર આજે”
    .

Scroll to Top