અમૃત ઘાયલ ~ લાડ કરે છે Amrut Ghayal

ચાહ કરે છે, લાડ કરે છે
પ્રેમ નહીં, એ પાડ કરે છે.

જો ચાહે તો ભીની નજરો
ભીંતોમાં તિરાડ કરે છે.

કેદ થકીયે વ્યગ્ર વધારે
અમને બંધ કમાડ કરે છે.

કુદરત પણ કાંટાની કાયમ
ફૂલો ફરતી વાડ કરે છે.

જીવ કરે છે થોડી વાતો
થોડી વાતો ઝાડ કરે છે.

એક પગે ત્યાં ઊભો ઊભો
કોની તપસ્યા તાડ કરે છે.

‘ઘાયલ’ આ વાચાળ વરૂઓ
ક્યાં ઓછી રંજાડ કરે છે?

~ અમૃત ઘાયલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top