નસીબ માથે પ્રહાર થઈ ગયો
ઝાકળ સાથે કરાર થઈ ગયો
સૂર્ય તો એમ જ ભટકતો રહ્યો
અંધકાર માથે સવાર થઈ ગયો.
હાથોની ગૂંચ ઉકેલવાની હતી
નાસમજ આમ ધરાર થઈ ગયો.
એમણે તો આપ્યો હતો જે વાયદો
ચાહીને હવાનો ભાર થઈ ગયો.
એમ તો ગમે તે આવી શકે છે
હું તો બસ ખુલ્લું દ્વાર થઈ ગયો.
~ અર્જુનસિંહ.કે.રાઉલજી
આમ તો નસીબ માથે કોણ પ્રહાર શકે ? પણ કવિની વાત સાવ જુદી !!
બીજા શેરમાં અંધકાર પર સૂર્યના સવાર થઈ જવાની અને એમ ‘સવાર’ થવાની વાત ગમી ! બાકી નસીબને ઉકેલવામાં ‘નાસમજ’ જ થવું પડે ! ‘ખુલ્લું દ્વાર’ થવાની સીખ લેવા જેવી ખરી….
13.12.21
Sarla Sutaria
24-12-2021
હું તો ખુલ્લું દ્વાર થઈ ગયો… અહાહા…. ખૂબ મજાની રચના
આભાર મિત્રો
19-12-2021
આભાર સુરેશચંદ્ર, છબીલભાઈ અને મેવાડાજી
‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતી મિત્રોનો આભાર.
સુરેશ ‘ચંદ્ર’રાવલ
13-12-2021
ગઝલ ગમી..કલમ જોરદાર….વિધ વિધ ભાવ વાળી ગઝલ
છબીલભાઈ ત્રિવેદી
13-12-2021
આજની અર્જુન સિંહ રાઓલજી ની ગઝલ ખુબજ ઉમદા બધાજ શેર ખુબ ઉત્તમ આપે આપેલો ગઝલ સાર પણ ખુબજ ઉમદા કવિ તો સ્વતંત્ર છે તે ગમે ત્યાં જઈ શકે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
સાજ મેવાડા
13-12-2021
ખૂબ જ સરસ ગઝલ
