મધ્યબિંદુઓ
મધ્યબિંદુઓ બદલાતાં જાય છે.
સાથેસાથે વર્તુળો બદલાતાં જાય છે.
દરેક મધ્યબિંદુ વર્તુળ છે – ના ભ્રમમાં,
વર્તુળ પર વર્તુળ રચાતું જાય છે.
વર્તુળની જાણ બહાર મધ્યબિંદુ બદલાતું જાય છે.
દોડાદોડી અને પકડાપકડીની રમતમાં,
વર્તુળ ભૂંસાતું જાય છે.
મધ્યબિંદુ અદ્રષ્ય થતું જાય છે,
ફરીથી બીજા વર્તુળની શોધમાં.
~ અલકા શાહ
એક પીડા શમે ત્યાં બીજી સર્જાય. એક સમસ્યા ઊકલે ત્યાં નવી આવીને ઊભી જ હોય. આ જ છે માનવજીવન અને આ જ છે એની નિયતિ જે વર્તુળાકારે એને ફેરવે છે.
OP 30.4.22
આભાર
06-05-2022
આભાર મેવાડાજી
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.
સાજ મેવાડા
30-04-2022
જીવાતા જીવનની ફીલોસોફી, વાહ.
