અલ્પા વસા ~ અઢી અક્ષરની હું (કાવ્યસંગ્રહ)

🥀🥀

કાવ્યવિશ્વમાં સ્વાગત છે

અઢી અક્ષરની હું* અલ્પા વસા * નવભારત સાહિત્ય મંદિર 2024

100 ગઝલ સાથે અલ્પા વસાનું આ ત્રીજું પુસ્તક – કાવ્યસંગ્રહ છે.

જેમણે પોતાની જાતને સ્વયં પ્રેમસ્વરૂપ ગણાવી છે એ કવયિત્રી અલ્પા વસા.

જેમણે પોતાની કવિતાઓ ગાઈને યુટ્યુબ પરના બારકોડ સાથે ભાવકોને સોંપી છે એ સાહિત્યકાર અલ્પા વસા.  

જેમની પાસે શબ્દ ઉપરાંત પીંછી પણ છે એટલે કવિતા સાથે પોતાના ચિત્રો પણ આપ્યા છે એ કલાકાર અલ્પા વસા.   

એમના થોડાક મજાના શેર જોઈએ.

ઢગ હતો ખખડેલ, પીળા સાવ સુકકા પાનનો
લીલા ચશ્મા પહેરી તે લીલોતરી સમજી લીધી.

લગાવ્યા છે ભલે મણમણના તાળા મુખ પર
જો ઊંહકારાની આઝાદી મળે તો ઠીક છે.

જે સભાની જાન બનતા હોય છે
વારતાના માત્ર ફકરા હોય છે.

ગૂંથાય જ્યારે ગણીકાની ઝુલ્ફોમાં
શોભ્યો વધારે આઘાતમાં ગજરો

અને જુઓ એમની ગઝલ પણ….     

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

22 thoughts on “અલ્પા વસા ~ અઢી અક્ષરની હું (કાવ્યસંગ્રહ)”

  1. Kirtichandra Shah

    સભાની જાન…..હોય છે વાર્તાના …
    And.Oh My God
    ગણીકાનો ગજરો

  2. સુંદર અભિવ્યક્તિ. 👏👏👏 કવયિત્રીને વંદન અને અભિનંદન🙏

  3. વાહ, અભિનંદન અને શુભેચ્છાઓ. કવિ સાથે ચિત્ર ના પણ કળાકાર હોવું એ ખાસ સરાહનીય ઉપલબ્ધી છે.

  4. Jigna Trivedi

    કવયિત્રી અલ્પાબહેન વસાને ખૂબ ખૂબ અભિનંદન.

  5. અલ્પા વસાનો ચિત્રાંકન સાથેના ‘અઢી અક્ષરની હું’ કાવ્ય સંગ્રહનું સ્વાગત.. અભિનંદન .

  6. Sarla Rashmi Mehta

    Excellent 👌 enjoyyyyyedLots we everyone 👏 keep it up always 👍 all the besttttt Dear Alpa 👍

  7. હર્ષદ દવે

    સંગ્રહનો સરસ પરિચય. કવિશ્રી અલ્પા વસા ને અભિનંદન.

  8. Dharmik Parmar

    ખૂબ જ સુંદર સંગ્રહ! અહીં સંગ્રહની ઝલક જોઈ આનંદ થયો

Scroll to Top