🥀 🥀
છાનું રે છપનું કંઇ થાય નઇ
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ
આંખ્યો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણો એ મળ્યુ મળાય નઇ
નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લેવાય નઇ
~ અવિનાશ વ્યાસ
છાનું રે છપનું * અવિનાશ વ્યાસ * આશા ભોંસલે

ખૂબ જ સુમધુર ગીત.
Ever green song
Vah
સંગીત મય નવું વર્ષ
શુભેચ્છા સર્વે ને
ખુબ સુંદર ગીત
વાહ… અપ્રતિમ…
નવી સાલ સૌને મુબારક. લતાજી ગુજરાતી ગીતો બખૂબી ગયાં છે.
તમને ગમ્યું એ મને ગમ્યું.