તને જાતાં જોઈ પનઘટની વાટે
મારું મન મોહી ગયું,
તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારું મન મોહી ગયું,
કેડે કંદોરો ને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારું મન મોહી ગયું.
બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારું મન મોહી ગયું.
રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારું મન મોહી ગયું.
તને જાતાં જોઈ પનઘટની વાટે
મારું મન મોહી ગયું.
– અવિનાશ વ્યાસ
અવિનાશ વ્યાસનું આ અવિનાશી ગીત, કેટકેટલા ગાયકોએ ગાયું છે !!
જાણીતા ગાયક પાર્થવ ગોહિલનો આજે આ જન્મદિવસ છે એટલે એમણે ગાયેલા આ ગીતનો વિડીયો અહીં મૂક્યો છે પણ ‘વેબગુર્જરી’ પર મને આ જ ગીતના જુદા જુદા ઓગણીસ વિડીયો મળ્યા આહહાહા…. જેમાં મુકેશ, મનહર ઉધાસ, આસિત દેસાઇ, પ્રફુલ્લ દવે, સોલી કાપડિયા, ઓસામણ મીર, પાર્થિવ ગોહિલ, ઐશ્વર્યા મજમુદાર, સંજય ઓઝા અને બીજા અનેક જાણીતા કલાકારોએ આ ગીતને અમર કરી દીધું છે.
વેબગુર્જરીની નીચેની લિન્ક પર ઈચ્છો તો આ જ ગીત ઉપરના તમામ ગાયકોને એકીસાથે સાંભળી શકશો. (અલબત્ત વારાફરતી !!)
http://webgurjari.in/2019/02/16/one-composition-several-forms_52/
18.2.21
કાવ્ય : અવિનાશ વ્યાસ સ્વરાંકન :ગૌરાંગ વ્યાસ સ્વર : પાર્થિવ ગોહિલ
*****
જસુબહેન બકરાણીયા
13-04-2021
ખુબ સરસ સાહિત્ય વાંચવા મળે છે તે બદલ આપનો ખુબ ખુબ આભાર લતાબેન હિરાણી.
અમુલ વ્યાસ
13-04-2021
આજના કાવ્યો અત્યંત સુંદર અને મધુર લાગી રહયાં. અલૌકિક સુમધુર યાજકો તાજી થઈ ગઈ.
લતા બહેન ને ખૂબ ધન્યવાદ
રૂપલ મહેતા
13-04-2021
તને જાતાં જોઈ પનઘટ ની વાટે.. અવિનાશ વ્યાસ ની રચના ??લતાબેન..શબ્દ અને સુર નો સમન્વય અનોખો આનંદ આપે છે આપની રોજે રોજ ની મહેનત ને સલામ !!!
