જાતુષ જોશી

નરો વા કુંજરો વા!

મળે હર પ્રશ્નનો ઉત્તર નરો વા કુંજરો વા;

યુધિષ્ઠિર આજ પણ હાજ૨? નરો વા કુંજરો વા.

ફરી શું યુદ્ધની સંભાવના ચારેતરફ છે?

જરા બસ ફેંકતા કંક૨? નરો વા કુંજરો વા.

ક્ષણો જો એકસરખો વેશ વ્હેરી નીકળે છે

અને એ વેશની ભીત૨? નરો વા કુંજરો વા.

યુગોથી એક જણ ખુદનો જ પડછાયો પકડતો,

અડોઅડ ને છતાં અંતર? નરો વા કુંજરો વા.

સડકના સખ્ત ભરડામાં મરે સહુ માણસો લ્યો,

સડક નામે હશે અજગર? નરો વા કુંજરો વા.

~ જાતુષ જોશી

‘નરો વા કુંજરો વા’ મહાભારતને યાદ કરાવતો આ પ્રયોગ આજના સમાજ પર કટાક્ષ ઝીંકે છે, માણસોની વૃત્તિને ઉઘાડી પાડે છે. ચિંતનાત્મક ચોથા શેરમાં ઘણું ગર્ભિત રીતે કહેવાયું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “જાતુષ જોશી”

  1. મહાભારતની સુક્તિને સામ્પ્રત સાથે કવિ પ્રયોજી શક્યા છે અભિનંદન.

Scroll to Top