અશોક ચાવડા ‘બેદિલ’ ~ મા * Ashok Chavda

થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.

હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ
સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.

આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.

આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.

~ અશોક ચાવડા ‘બેદિલ’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “અશોક ચાવડા ‘બેદિલ’ ~ મા * Ashok Chavda”

  1. વહીદા ડ્રાઈવર

    વાહ

    સુંદર રચના

    સુંદર સંકલન

Scroll to Top