
પ્રેમ
હિમસીકરના સ્પર્શે
અમળાયું એક ચંદ્રકિરણ
ને
રંગસપ્તરંગી વલયો વચ્ચે
ચંદ્ર અલાયદો
સ્ફટિક શો નોખો
એક તારી ભીની નજર
ને
સહસ્ત્ર ઊર્મિવમળો વચ્ચે
પ્રેમ અલાયદો
અંકે ચોખ્ખો….
~ અશ્વિની બાપટ
પ્રેમની કોમળ સુંદર અભિવ્યક્તિ
સાભાર : અશ્વિની બાપટ * ‘ચપટીક અંધકાર’ * સાયુજ્ય 2020
પ્રેમ
દૂધિયા ચાંદનીમાં
રસ્તો ભૂલી જવાય નહીં
તે માટે
તું મને છેક સુધી
મૂકવા આવ્યો
હું ઘરે પહોંચી ત્યારે
મારા ઘરના દીવા
ઓલવાઈ ગયા હતા
અને
અંધારિયા ઓરડામાં
હું બરાબર પહોંચી ગઈ…
~ અશ્વિની બાપટ
અંધારિયા ઓરડાનું કલ્પન કેટલું અર્થસભર પ્રયોજાયું છે ! પ્રેમ એ ઉજ્જવળ પ્રકાશ અને જરા શો વિરહ એટલે અંધકારનો દરિયો !
સાભાર : અશ્વિની બાપટ * ‘ચપટીક અંધકાર’ * સાયુજ્ય 2020

બન્ને રચનાની હ્રદયસ્પર્શી અભિવ્યક્તિ.
આભાર! પ્રેમ કાવ્યના આ બે ખંડ આપને ગમ્યા, અન્ય ચાર ખંડ છે. આ કાવ્ય પહેલાં સમીપેમાં પ્રગટ થયું હતું.
ખૂબ સરસ કાવ્યો.
પ્રેમની નાજુક સંવેદના સારી અભિવ્યક્તિને પામ છે. અભિનંદન.
ખુબ સરસ રચનાઓ ખુબ ગમી