આતિશ પાલનપુરી ~ જે થવાનું થૈ ગયું છે * Aatish Palanpuri

જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !

એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું !

જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું !

જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું !

સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !

~ આતિશ પાલનપુરી

કવિને જન્મદિને સ્મૃતિવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “આતિશ પાલનપુરી ~ જે થવાનું થૈ ગયું છે * Aatish Palanpuri”

Scroll to Top