આદિલ મન્સુરી ~ તારા નામમાં * Aadil Mansuri

વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં

વીજળી ઝબકી ને વાદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઇ શ્યામમાં

આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ લાગે ક્યાંથી કોઇ કામમાં

રોમેરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે આ તારા નામમાં

ભગ્ન દિલમાં એમ તારી યાદ આ
જાણે ગોરસ કોઇ કાચા ઠામમાં..

~ આદિલ મન્સુરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “આદિલ મન્સુરી ~ તારા નામમાં * Aadil Mansuri”

  1. વાહ ખુબ સરસ રચના અભિનંદન કાવ્ય વિશ્વ

Scroll to Top