આદિલ મન્સુરી ~ પવન Aadil Mansuri

વહેલી  સવારે  બાગમાં  ડોકાય  છે પવન
ખુશ્બુની  રોજ  ચોરી  કરી જાય  છે પવન

ડોલી ઊઠે છે મસ્તીમાં આવી તમામ બાગ
સાકી  બનીને  જ્યારે  સુરા પાય  છે પવન

બીજી તો  કોઈ  રીતથી  જોઈ  નહીં  શકો
દૃષ્ટિ  વિકાસ  પામે  તો  દેખાય  છે પવન

એ  વાત  જુદી છે  કે  તમે સાંભળ્યા નથી
નહીંતર રસીલાં ગીત સતત ગાય છે પવન

~ આદિલ મન્સુરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “આદિલ મન્સુરી ~ પવન Aadil Mansuri”

  1. 'સાજ' મેવાડા

    પવનને રદિફ કરીને કહેલી આદિલજીની આ મુસલસલ ગઝલ ખૂબ જ સરસ છે.

  2. DILIP Ghaswala

    પવન રદિફ બનાવીને ઉત્તમ ગઝલનું સર્જન કર્યું સરસ ગઝલ મુકવા બદલ લતાબેન આપનો ખૂબ ખૂબ આભાર

Scroll to Top