આદિલ  મન્સૂરી ~ આપનું મુખ * Aadil Mansuri

આપનું મુખ જોઈ મનમાં થાય છે
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું  મન  ઘણું  યે  થાય  છે
આંખ ખોલું છું તો સ્વપ્નાં જાય છે

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે.

આપ શું સમજો હૃદયની વાતમાં ?
આપને ક્યાં દર્દ જેવું  થાય  છે?

દુઃખ પડે છે એનો ‘આદિલ’ ગમ ન કર
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

~ આદિલ  મન્સૂરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “આદિલ  મન્સૂરી ~ આપનું મુખ * Aadil Mansuri”

Scroll to Top