આદિલ મન્સૂરી ~ રહી ગયાં * સ્વર : દિપાલી સોમૈયા Aadil Mansuri Dipali Somaiya

દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયાં,
ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.

એને મળ્યા, છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

આવીને કોઇ સાદ દઇને જતું રહ્યું,
ખંડેર દિલમાં ગુંજતા પડઘા રહી ગયા.

વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’, નજર ઉઠાવીને જોતા રહી ગયા

~ આદિલ મન્સુરી

કાવ્ય : આદિલ મન્સૂરી  સ્વર : દિપાલી સોમૈયા સૌજન્ય : સૂરસાગર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “આદિલ મન્સૂરી ~ રહી ગયાં * સ્વર : દિપાલી સોમૈયા Aadil Mansuri Dipali Somaiya”

Scroll to Top