આવ લઈ ~ આબિદ ભટ્ટ
આવ લઈ, જે વાતને સમજી શકે,
દર્દ, એની જાતને સમજી શકે.
ચાંચ એમાં સૂર્યની ડૂબે નહીં,
લાવ કે જે રાતને સમજી શકે.
કંટકો સાથે રહ્યા જે ડાળની,
પાનખરની ઘાતને સમજી શકે.
શ્વાસ લેતા પત્થરો છે સૌ અહીં,
એ વળી જઝબાતને સમજી શકે ?
તારલાનો તું હશે આશિક ભલે,
બોલ, ઉલ્કાપાતને સમજી શકે ?
હોય શ્રદ્ધાનાં સુમન જેની કને,
એ જ મારા તાતને સમજી શકે.
~ આબિદ ભટ્ટ
બધા જ શેર સરસ પણ બીજા શેરના કલ્પનને સલામ !
કવિના જન્મદિને સ્મરણવંદન
OP 17.6.22
આભાર
21-06-2022
આભાર છબીલભાઈ, સ્મિતાબેન
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર
Smita
20-06-2022
સરસ કાવ્ય
છબીલભાઈ ત્રિવેદી
17-06-2022
કવિ શ્રી ના જન્મદિને સરસ મજાની રચના ખુબ ગમી આભાર લતાબેન
