દૂધની કોથળીઓ લેવા જતી સ્ત્રીઓ ~ ઇંદુ જોશી
નાઈટ ગાઉન પહેરેલી ને
સવારના લગભગ સાડા પાંચ થી છના અરસામાં
દૂધની કોથળીઓ લેવા જતી સ્ત્રીઓ,
અર્ધ ઊંઘમાં ને અર્ધજાગૃત અવસ્થામાં,
જો કોથળીઓ એક કરતાં વધુ હોય તો,
સાડીના સેલની પ્લાસ્ટિક બેગ કે કપડાની થેલીમાં
મૂકી ઘેર પાછી ફરે છે.
કોઈક તો વળી પેલી બિલાડી
બચ્ચાને મોંથી ઝાલી જતી હોય
એમ એક કોથળી તર્જની ને અંગુઠાથી પકડી,
હાથ હલાવતી પાછી ફરતી હોય.
મારા ફળિયાની હોય તો
‘જે શ્રીકૃષ્ણ’ કહેશે, પછી હું પસાર થઈ જાઉં
એ પહેલા તરત પૂછશે,
‘આજે કેમ તમે ?’
અને જવાબ સાંભળવાની રાહ જોયા વિના
પ્રશ્ન પૂછી શકાયો એવા સંતોષથી
ચાલી જશે.
હમણાંથી હવે ડિસેમ્બરનો શિયાળો
શરૂ થઈ ગયો છે ને
સવારે સાડા પાંચથી છ માં
અંધારું જ હોય.
નિયોન લાઈટ્સના અજવાળે
દૂરથી ગાઉન પહેરેલી સ્ત્રીઓના ઓળા દેખાય.
પાસે આવે ત્યારે એકબીજીને
ઓળખવાનો પ્રયત્ન કરે.
તેમાંય કોઈકે સ્વેટર શાલ કે સ્કાર્ફ ઓઢ્યા હોય
તો આંખો વધુ સતેજ કરે
અને
ઓળખાણ મેળવીને જ જંપે કે
આ તો બાજુની સોસાયટીની બે નંબરી.
(જો જો હોં ! એટલે કે બે નંબરના ઘરની એમ સમજવું)
દૂધવાળીના ગલ્લા પાસે આછા ઉજાસમાં
પહેલા એકબીજીને જુએ ને પછી
દૂધની કોથળીઓ માંગે.
પશ્ચિમ દિશામાં – સૂર્ય ઉગતા પહેલાંનો ચંદ્ર
આજે જરાય ઝાંખો નથી,
પૂર્ણ છે, થોડો પીળાશ પડતો પૂનમનો.
તારાય થોડાઘણા છે તેની આજુબાજુ.
હું દૂધના ગલ્લે પહોંચું છું ત્યારે
પાસે સૂતેલું એક કૂતરું ઊંઘરેટી આંખે
મારી સામે થોડું જોઈ લે છે ને
મને પેલી સ્ત્રીનો પ્રશ્ન યાદ આવે છે,
‘આજે કેમ તમે ?’
દૂધની કોથળીઓ લઈ,
નાઈટ ગાઉન પહેરેલી હુંય
પાછી ફરું છું.
Women Going to Buy Bags of Milk ~ Indu Joshi
Wearing night gowns
At around five thirty in the morning
women going to buy bags of milk
in a half-sleep and half-awake state
put their bags of milk – if they have more
than one-
into plastic bags from saree sales or cloth bags
and return home
Some return home
holding their plastic bag of milk between
their thumb and index finger,
moving the arm back and forth
as if holding a kitten from its neck.
If she is from my compound,
she greets me
with a ‘Jai Shri Krishna,’
and before I pass her
asks, “So how are you today?”
Then satisfied that she could ask the question
she moves on
not listening for an answer.
Wintry December has begun
and it is dark at five thirty in the morning.
In the bright neon lights you can see the shapes
of women wearing nightgowns from afar.
When they near, they try to recognize each other.
If one is wearing a sweater or a scarf
others squint and peer and are satisfied
only when an identification has been made
Oh! That is the no. 2 from the society next to ours.(Watch it –that only means the woman from house no. 2!)
In the dim light of the cabin of the dudhwali
they first identify each other
then ask for their bags of milk.
In the west – the moon before sunrise
is not in the least pale.
It is a full moon, the yellowish full moon of poonam.
A scattering of stars can been around it.
When I reach the milk cabin
a dog lying nearby looks at me
with sleep-filled eyes
and I remember that woman’s question
“So how are you today?”
Carrying my bags of milk, wearing a night gown
I also return home.
Translated from the Gujarati
by Gopika Jadeja
વાહ, ખૂબ સરસ શબ્દ ચિત્ર સવારનું, અને દુધ લેવા જતી સ્ત્રીઓનું.
વાહ ખુબ સરસ શહેર ની સ્ત્રીઓ નુ શબ્દચિત્ર અનુવાદ પણ ખુબ સરસ
અનુવાદની સાથે મૂળ અંગ્રેજી કવિતા મૂકી એ સારું કર્યું. અભિનંદન.