ઇંદુલાલ ગાંધી ~ મધરાતે સાંભળ્યો મોર : રાસબિહારી દેસાઇ

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર

વાદળાંય નહોતાં ને ચાંદો યે નહોતો
ઝાકળનો જામ્યો તો દોર
ઝાકળને માનીને વાદળનો વીંઝણો
છેતરાયો નટવો નઠોર… આજ મેં તો

ઉષાની પાંપણ જ્યાં અધમીંચી ઊઘડી
કાજળ કરમાણી કોર
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે
સંકેલી લીધો કલશોરઆજ મેં તો

કવિ શ્રી ઇંદુલાલ ગાંધીનો આજે જન્મદિવસ. આ કવિ આંધળી માનો કાગળથી ખૂબ જાણીતા છે. અને આ ગીત પણ જુઓ કેવું મીઠું છે ! એવી જ મધુર ગાયકી અને રેશમી સ્વરાંકન

સ્વરકાર : ક્ષેમુ દિવેટીયા
કવિ : ઈન્દુલાલ ગાંધી  ગાયક : રાસબિહારી દેસાઈ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “ઇંદુલાલ ગાંધી ~ મધરાતે સાંભળ્યો મોર : રાસબિહારી દેસાઇ”

  1. ‘આંધળી માનાં’વાસ્તવિકતા રજૂ કરતાં કાવ્યયુગ્મ પછી કવિનું આ કાવ્ય મનને મોહિત કરી દે એવું છે. ક્ષેમુ દિવેટીયાનું સ્વરાંકન ને રાસબિહારી દેસાઇનો મુલાયમ અવાજ ગીતને ગળચટ્ટુ બનાવીને જ રહે છે.
    કવિના જ. દિ. એમને યાદ કરી આ ગીત મૂકીને લતાબહેને આપણને રાજી કર્યાં છે.

Scroll to Top