લેંચુજીનું ગીત
અમે લયનું લુંટાવ્યું ગામ
કે લેંચુ લચકેલો
તમે વાણીનો કરજો વેપાર
કે લેંચુ ચસકેલો
સૂના તળાવની પાળે ઊભેલા જાંબાનો જુગજૂનો જોગી
લહેરમાં આવીને કોક હુંકારો દે ત્યાં લપાક લઈને ભોગી
મારે લાડીવાડીનાં શાં કામ?
કે લેંચુ લટકેલો
અક્ષરની પૂંછડીનો વાંકો વિસ્તાર હું અર્થોની ઠાઠડી બાંધું
મહાંણિયા મહાદેવના ડમરુના હાદે ઘૂઘરમાળ બાંધી નાચું
મારી કાયામાયાનાં આ નામ
કે લેંચુ ભટકેલો
અમે લયનું લૂંટાવ્યું ગામ
કે લેંચુ લચકેલો
~ ઇન્દુ પુવાર (19.1.1940)
કવિતા રચવાની થોડી કારીગરી આવડી જાય એટલે બની બેઠેલા કવિઓ પર વ્યંગ્ય સાધતું ગીત.

વાહ, ખૂબ સરસ.
વાહ ખુબ સરસ